Gujarati Calendar 2024

હેમંત ઋતુ

     ભારતના ષટ્ઋતુચક્રમાં પહેલી ઋતુ. ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક સ્થિતિને અનુલક્ષીને શિયાળો, ઉનાળો અને ચોમાસુ ત્રણ ઋતુઓ મુખ્ય છે. આ ત્રણ ઋતુઓને પેટાવિભાગોમાં વહેંચી છ ઋતુઓ માનવામાં આવે છે. આ છ ઋતુઓ આ પ્રમાણે છે – હેમન્ત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. ઉત્તર ગોળાર્ધમાં તે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન પ્રવર્તે છે. ધ્રુવીય પ્રદેશમાં તે થોડા વધુ સમય માટે પ્રવર્તે છે. આ સમયગાળા દરમિયાન ત્યાં હવામાન અતિશય ઠંડું થઈ જાય છે. અલબત્ત, ઉષ્ણ કટિબંધના પ્રદેશોમાં તેની અસર જોવા મળતી નથી.

      ભારતીય ઋતુચક્ર સૂર્યના રાશિપ્રવેશ કે સંક્રાન્તિ સાથે સંબંધિત છે. ઘણું કરીને દેવપ્રબોધિની એકાદશી તુલસીવિવાહ કે કાર્તિકી પૂનમ આસપાસ વૃશ્ચિક રાશિનો સૂર્ય થતાં હેમન્ત ઋતુનો આરંભ થાય છે. વૃશ્ચિક અને ધન સંક્રાન્તિના બે માસ હેમન્ત ઋતુ સાથે સંબંધિત છે. આથી સામાન્ય રીતે કાર્તિકી પૂનમથી પોષી પૂનમ પર્યંત તેનો વિસ્તાર મનાય છે. મકરના સૂર્ય થતાં આ ઋતુ સમાપ્ત થાય છે. આથી 16 નવેમ્બરથી 16 જાન્યુઆરી સુધી આ ઋતુનો ગાળો સામાન્ય રીતે મનાય છે. સાયન અને નિરયન પ્રમાણે આ તારીખોમાં ફેરફાર પણ જોવા મળે છે. સૂર્યના રાશિપ્રવેશને ગ્રહની ગતિ સાથે સંબંધ છે.

      આ નિર્ણય માટે સૂક્ષ્મ ગતિને ધ્યાનમાં લેવાને બદલે મધ્યમ ગતિને ધ્યાનમાં લેવામાં આવે છે. આ ઋતુ દરમિયાન હેમન્તોત્સવ ઉજવાય છે. આ ઋતુના અંતિમ ગાળામાં સ્થાનભેદે વનસ્પતિ તેમનાં પાન પણ ખેરવી નાખે છે. ઉત્તર ભારત અને મધ્ય ભારતના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી નીચું અનુભવાય છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમમાં હિમવર્ષા થતી જોવા મળે છે, જેથી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને બિહારનાં રાજ્યોમાં તીવ્ર ઠંડી અનુભવાય છે; જ્યારે દક્ષિણ ભારતના પ્રદેશોમાં થોડા પ્રમાણમાં વરસાદ પડે છે.

Related Post

વર્ષા ઋતુ

દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં વર્ષ દરમિયાન પ્રવર્તતી ત્રણ ઋતુઓ પૈકીની એક. અમુક ચોક્કસ સમયગાળા માટે પડતા વરસાદ...

Read More

શરદ ઋતુ

દુનિયાના સામાન્ય સંદર્ભમાં ઉનાળા અને શિયાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે અંતિમ સપ્ટેમ્બર, ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન...

Read More

શિશિર ઋતુ

શિયાળા અને ઉનાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે જાન્યુઆરી-ફેબ્રુઆરીના ગાળા દરમિયાન પ્રવર્તે છે. ભારતમાં પ્રવર્તતી છ ઋતુઓ...

Read More

વસંત ઋતુ

શિયાળા અને ઉનાળા વચ્ચે આવતી ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં આ ઋતુ દરમિયાન પ્રવર્તતું આહ્લાદક હવામાન ઊંચા અક્ષાંશોમાં માર્ચ, એપ્રિલ...

Read More

More Post

શ્લોક

અષાઢ સુદ પૂનમના દિવસે દર વર્ષે ગુરૂ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. પ્રાચીન કાળથી જીવનના બોધપાઠ અને અભ્યાસ શીખવનાર...

Read More

હનુમાન જયંતી

હનુમાનનો જન્મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ. રામે સીતાની શોધનું...

Read More

ભગવાન શ્રી પરશુરામ જયંતિ

શાસ્ત્રોમાં વિષ્ણુ અવતાર ભગવાન પરશુરામની ઉપાસના શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણે ભગવાન પરશુરામનું ચરિત્ર તપ, સંયમ,...

Read More

ચેટીચાંદ

ચેટીચંડ કે ચેટીચાંદ એ સિંધી લોકો દ્વારા ઉજવાતો તહેવાર છે. આ દિવસ તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલનો જન્મ દિવસ છે. આ દિવસને...

Read More