શિયાળા અને ઉનાળા વચ્ચે આવતી ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં આ ઋતુ દરમિયાન
પ્રવર્તતું આહ્લાદક હવામાન ઊંચા અક્ષાંશોમાં માર્ચ, એપ્રિલ, મે અને જૂનના પ્રારંભિક
દિવસોમાં માણી શકાય છે. ભારત અયનવૃત્તીય પ્રદેશમાં હોઈને મહા-ફાગણ (ફેબ્રુઆરી-માર્ચ) માસમાં
પ્રવર્તે છે. દક્ષિણ ગોળાર્ધમાં આ ઋતુ સપ્ટેમ્બરના અંતભાગથી શરૂ થઈને ડિસેમ્બરની શરૂઆત સુધી
રહે છે.
ઘણાખરા દેશોમાં શિયાળુ બરફ પીગળવાની સાથે વસંતઋતુ શરૂ થાય છે. ધ્રુવીય
પ્રદેશોમાં તે મોડી શરૂ થાય છે અને ઉત્તર કે દક્ષિણ ગોળાર્ધમાં ટૂંકી હોય છે. અયનવૃત્તોમાં
મોટા પાયા પર ઋતુઓનો ફેરફાર થતો નથી. વસંતઋતુ દરમિયાન દિવસના પ્રકાશના કલાકો વધે છે. વસંતના
દિવસોનું તાપમાન ત્યાંના શિયાળાના દિવસોના તાપમાન કરતાં વધુ, પરંતુ ઉનાળાના દિવસોના તાપમાન
કરતાં ઓછું હોય છે.
વસંતઋતુ દરમિયાન કુદરત મહોરી ઊઠે છે, ફૂલો ખીલે છે તથા સુષુપ્ત
અવસ્થામાં રહેલાં પ્રાણીઓ પોતાની મૂળ જાગ્રત સ્થિતિમાં આવી જાય છે. કેટલાક દેશોમાં
વસંતઋતુનો ઉત્સવ પણ ઊજવાય છે. ભારતમાં ઊજવાતો વસંતપંચમીનો ઉત્સવ તેનું એક ઉદાહરણ છે. કવિ
કાલિદાસ રચિત મેઘદૂતમાં વસંતઋતુનો મહિમા ગાયો છે.
હેમંત ઋતુ
ભારતના ષટ્ઋતુચક્રમાં પહેલી ઋતુ . ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક સ્થિતિને
અનુલક્ષીને શિયાળો , ઉનાળો અને
ચોમાસુ ત્રણ...
Read More
શિશિર ઋતુ
શિયાળા અને ઉનાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે જાન્યુઆરી-ફેબ્રુઆરીના ગાળા
દરમિયાન પ્રવર્તે છે.
ભારતમાં પ્રવર્તતી છ ઋતુઓ...
Read More
ગ્રીષ્મ ઋતુ
વસંતની અનુગામી ઋતુ. ભારતમાં વૈશાખ અને જ્યેષ્ઠ માસના સમયગાળાને અને
યુરોપ-અમેરિકામાં જૂનથી ઑગસ્ટ મહિના
સુધીના...
Read More
વર્ષા ઋતુ
દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં વર્ષ દરમિયાન પ્રવર્તતી ત્રણ ઋતુઓ પૈકીની એક. અમુક
ચોક્કસ સમયગાળા માટે
પડતા વરસાદ...
Read More
શ્લોક
અષાઢ સુદ પૂનમના દિવસે દર વર્ષે ગુરૂ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. પ્રાચીન કાળથી
જીવનના બોધપાઠ અને અભ્યાસ
શીખવનાર...
Read More
રામ નવમી
ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે
સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર...
Read More
ભગવાન શ્રી પરશુરામ જયંતિ
શાસ્ત્રોમાં વિષ્ણુ અવતાર ભગવાન પરશુરામની ઉપાસના શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણે
ભગવાન પરશુરામનું
ચરિત્ર તપ, સંયમ,...
Read More
ડો.બાબાસાહેબ આંબેડકર જયંતિ
અમે છે દરિયો અમને અમારું કૌશલ ખબર છે જે તરફ નીકળી જશુ ત્યાં જ રસ્તો બનાવી લઈશુ.
આ જ પંક્તિ ડો.
આંબેડકર ના,...
Read
More