Gujarati Calendar 2024

શરદ ઋતુ

     દુનિયાના સામાન્ય સંદર્ભમાં ઉનાળા અને શિયાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે અંતિમ સપ્ટેમ્બર, ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન પ્રવર્તે છે; પરંતુ આ ઋતુ ધ્રુવીય પ્રદેશમાં આટલા લાંબા ગાળા માટે પ્રવર્તતી નથી; ત્યાં અતિવિષમ ઠંડું હવામાન વહેલું શરૂ થઈ જતું હોય છે. અયનવૃત્તીય પ્રદેશોમાં ઋતુઓમાં ઝાઝો ફેરફાર જોવા મળતો નથી. દક્ષિણ ગોળાર્ધમાં શરદઋતુ માર્ચથી શરૂ થઈને જૂનના પ્રારંભ સુધી ચાલે છે.

      કેટલાક દેશોમાં શરદઋતુને પાનખર પણ કહે છે. ઘણા કૃષિપાકો માટે આ ઋતુમાં લણણી થાય છે. શરદઋતુના પૂર્ણ થવાના સમય વખતે સરોવરો, જળાશયો અને નદીઓનાં જળની ઠરવાની ક્રિયા શરૂ થાય છે, પક્ષીઓ સ્થળાંતર કરવાનું શરૂ કરે છે તથા હિમપાતની શરૂઆત થાય છે.

      અમેરિકામાં શરદઋતુને ‘પાત’ (પાનખર, Fall) તરીકે ઓળખવામાં આવે છે. મધ્ય અક્ષાંશોના વિસ્તારમાં તે અલગ-અલગ રીતે ઘટાવાય છે. ઉત્તર ગોળાર્ધમાં તે 21-22 સપ્ટેમ્બરથી 21-22 ડિસેમ્બર સુધી પ્રવર્તે છે, તેમ છતાં તેનો સમયગાળો મોટેભાગે તો સપ્ટેમ્બરથી નવેમ્બરનો ગણાય છે; જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં તે 21-22 માર્ચથી 21-22 જૂન સુધી પ્રવર્તે છે. એ રીતે તેનો સમયગાળો મોટેભાગે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલનો ગણાય છે. ભારતમાં શરદઋતુનો સમય ભાદરવો અને આસો માસના ગાળામાં આવે છે. વર્ષાઋતુ (અષાઢ-શ્રાવણ) પૂરી થયા પછી ભાદરવો સામાન્ય રીતે વધુ તપે છે. લોકોના સ્વાસ્થ્ય પર અસર પહોંચે છે. આ માટે ‘शतं जीव शरदः’(સો શરદ સુધી જીવો.)નો આશીર્વાદ અપાય છે. અર્થાત્ જેણે શરદઋતુ હેમખેમ પસાર કરી તેનું તે વરસ સારી રીતે પૂર્ણ થયું ગણાય.

Related Post

ગ્રીષ્મ ઋતુ

વસંતની અનુગામી ઋતુ. ભારતમાં વૈશાખ અને જ્યેષ્ઠ માસના સમયગાળાને અને યુરોપ-અમેરિકામાં જૂનથી ઑગસ્ટ મહિના સુધીના...

Read More

વર્ષા ઋતુ

દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં વર્ષ દરમિયાન પ્રવર્તતી ત્રણ ઋતુઓ પૈકીની એક. અમુક ચોક્કસ સમયગાળા માટે પડતા વરસાદ...

Read More

હેમંત ઋતુ

ભારતના ષટ્ઋતુચક્રમાં પહેલી ઋતુ . ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક સ્થિતિને અનુલક્ષીને શિયાળો , ઉનાળો અને ચોમાસુ ત્રણ...

Read More

શિશિર ઋતુ

શિયાળા અને ઉનાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે જાન્યુઆરી-ફેબ્રુઆરીના ગાળા દરમિયાન પ્રવર્તે છે. ભારતમાં પ્રવર્તતી છ ઋતુઓ...

Read More

More Post

શ્લોક

અષાઢ સુદ પૂનમના દિવસે દર વર્ષે ગુરૂ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. પ્રાચીન કાળથી જીવનના બોધપાઠ અને અભ્યાસ શીખવનાર...

Read More

અષાઢી બીજ

ભારતમાં અષાઢી બીજના મહાપર્વે ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાથપુરીમાં અભૂતપૂર્વ રથયાત્રાના દર્શન પ્રતિવર્ષ કરોડો...

Read More

ભગવાન શ્રી પરશુરામ જયંતિ

શાસ્ત્રોમાં વિષ્ણુ અવતાર ભગવાન પરશુરામની ઉપાસના શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણે ભગવાન પરશુરામનું ચરિત્ર તપ, સંયમ,...

Read More

ડો.બાબાસાહેબ આંબેડકર જયંતિ

અમે છે દરિયો અમને અમારું કૌશલ ખબર છે જે તરફ નીકળી જશુ ત્યાં જ રસ્તો બનાવી લઈશુ. આ જ પંક્તિ ડો. આંબેડકર ના,...

Read More