હનુમાન જયંતી
હનુમાનનો જન્મ ચૈત્રી પૂનમને દિવસે થયો હતો, જેની આપણે હનુમાન જયંતી તરીકે ઉજવણી કરીએ છીએ. રામે સીતાની શોધનું કપરું કાર્ય હનુમાનને સોંપ્યું હતું તે તેમણે બખૂબી નિભાવ્યું હતું.
રામને હનુમાન ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તેથી જ જયાંરે રાવણનાં ભાઈ વિભીષણનો સ્વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા રામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્યનો સ્વીકાર કરેલો. કારણ કે રામ હનુમાનને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. હનુમાને સીતાને અશોક વાટીકામાં આત્મહત્યાનાં માર્ગે જતા અટકાવ્યા હતા. તેઓ માત્ર એક વિદ્વાધાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. રામના કોઈ પણ મહત્વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાન હંમેશા સાથે હતા. ઇન્દ્રજીતનાં બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્મણને ઔષધી લાવીને હનુમાને બચાવેલા. રાવણનો યુધ્ધમાં નાશ થયો તે સમાચાર સીતાને આપવા રામ હનુમાનને મોકલે છે. હનુમાન શંકરનાં ૧૧ મા અવતાર હતા.
હનુમાનની બ્રહ્મચારી તરીકે ગણતરી થાય છે, તેમ છતાં તેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પુત્ર હતો.
હનુમાન જયંતી પર આખા ભારતમાં ખૂબ ઉલ્લાસપૂર્વક અને ઉત્સાહ સાથે ઉજવાય છે. આ દિવસે ન માત્ર હનુમાનજીની પૂજા હોય છે પણ શ્રીરામ અને સીતાજીનો પણ પૂજન સ્મરણ કરાય છે.
વ્રતની રાત્રે ધરતી પર સૂવાથી પહેલા ભગવાન રામ અને માતા સીતા સાથે હનુમાનજીનો સ્મરણ કરવું. જો આ દિવસે બ્રહ્મચર્યનો પાલન કરી શકો તો સારું રહેશે.સવારે જલ્દી ઉઠીને ફરી રામ-સીતા અને હનુમાનજીને યાદ કરવું. જલ્દી સવારે સ્નાન ધ્યાન કરી હાથમાં ગંગાજળ લઈ વ્રતનો સંકલ્પ કરવું. સાફ-સુથરા વસ્ત્રમાં પૂર્વ દિશાની તરફ ભગવાન હનુમાનજીની ફોટાને સ્થાપિત કરવું. વિનમ્ર ભાવથી બજરંગબળીની પ્રાર્થના કરવી. ધ્યાન રાખો કે મનમાં કોઈ કુવિચાર ન આવે. તે પછી ષોડશોપચારની વિધિ-વિધાનથી શ્રી હનુમાનજીની આરાધના કરવી.
હનુમાનજીની પૂજામાં હનુમત કવચ મંત્રનો જાપ જરૂર કરવું. કવચ મંત્રનો જાપ તરત ફળદાયી હોય છે. તેનાથી તેમનો આશીર્વાદ મળે છે.