બકરી ઈદ
ઈદ ઉલ જુહા (બકર ઈદ) વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે અને આ મુસ્લિમ તહેવાર પર ભેટ આપવામાં આવે છે. ઈદ-ઉલ-જુહા, જુહા અથવા દુહાનો અર્થ અરબીમાં કુરબાની થાય છે. એટલે ઇદુલ જુહાનો અર્થ કુરબાનીનો તહેવાર થાય છે.
ઈસ્લામી માન્યતા મુજબ, ઈબ્રાહીમની પરિક્ષા લેવા માટે અલ્લાહે તેણે પોતાના પુત્રની કુરબાની આપવાનો હુકમ આપ્યો. તેથી મક્કાની નજીક મીનાના પહાડ પર ઈસ્લાઈલને વેદી પર ચઢાવતા પહેલા તેણે પોતાની આંખ પર પટ્ટી બાંધી લીધી. જ્યારે તેણે પોતાનુ કામ પુરૂ કર્યા પછી પટ્ટી હટાવી તો તેણે પોતાના પુત્રને સામે જીવતો ઉભો જોયો. વેદી પર કપાયેલ બકરીનુ બચ્ચુ પડ્યુ હતુ. આ તહેવાર ત્રણે દિવસોમાંથી એક દિવસ, પ્રત્યેક એવા મુસલમાન દ્વારા જેની પાસે ૬૧ર ગ્રામ કે તેનાથી વધુ ચાંદી છે, બકરો, ઘેંટુ અથવા કોઈપણ ચારપગવાળા પશુને કુર્બાન કરવામાં આવે છે. આ અલ્લાહ અને તેના હુકમ પ્રત્યે શ્રધ્ધાનુ પ્રતિક છે. ઈદની નમાઝ પછી કુરબાનીનુ ગોશ્ત વહેંચવામાં આવે છે અને સાથે બેસીની ખાવામાં આવે છે.
ભારત અને વિશ્વમાં પરંપરાગત ધર્મોત્સાહ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. આને અરબી ભાષામાં ઈદ-ઉલ-જુહા અને ભારતીય ઉપ મહદ્વીપમાં ઉર્દૂમાં બકરી-ઈદ કહેવામાં આવે છે. મુળ આ શબ્દ ઇદુલ બકર છે. બકર અરબી ભાષામાં ગાયને કહેવામાં આવે છે. અુમક વિસ્તારોમાં ગાયનું બલીદાન - કુરબાની વધારે આ૫વામાં આવતી હતી એ આધારે આવું નામ પડયું.
ભારતના લોકો સામાન્ય રીતે એમ સમજે છે બકરી ઇદ એટલા માટે કહેવામાં આવે છે બકરાની કુરબાની આપવામાં આવે છે, જે ભૂલભરેલું છે.